રીપબ્લિક ઓફ ઝિમ્બાબવે | |
---|---|
સૂત્ર: "Unity, Freedom, Work"[૧] | |
ઝિમ્બાબ્વે નું સ્થાન (dark green) | |
રાજધાની and largest city | હરારે 17°50′S 31°3′E / 17.833°S 31.050°E |
અધિકૃત ભાષાઓ | ૧૬ ભાષાઓ:[૩] Chewa, Chibarwe, English, Kalanga, Koisan, Nambya, Ndau, Ndebele, Shangani, Shona Zimbabwean sign languages, Sotho, Tonga, Tswana, Venda, Xhosa |
વંશીય જૂથો (2012 Census[૪]) |
|
ધર્મ (2017)[૫] |
|
લોકોની ઓળખ | ઝિમ્બાબ્વેન ઝિમ્બો[૬] (colloquial) |
સરકાર | Unitary dominant-party presidential constitutional republic |
Emmerson Mnangagwa | |
Constantino Chiwenga | |
સંસદ | Parliament |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | National Assembly |
Independence from the United Kingdom | |
• Declared | 11 November 1965 |
• Republic | 2 March 1970 |
1 June 1979 | |
18 April 1980 | |
15 May 2013 | |
વિસ્તાર | |
• કુલ | 390,757 km2 (150,872 sq mi) (60th) |
• જળ (%) | 1 |
વસ્તી | |
• 2019 અંદાજીત | 15,092,171[૭] (74th) |
• 2012 વસ્તી ગણતરી | 12,973,808[૮] |
• ગીચતા | 26/km2 (67.3/sq mi) (170th) |
GDP (PPP) | 2019 અંદાજીત |
• કુલ | $41.031 billion |
• Per capita | $2,621[૯] |
GDP (nominal) | 2019 અંદાજીત |
• કુલ | $22.290 billion |
• Per capita | $1,424[૯] |
જીની (2019) | 50.3[૧૦] high |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.571[૧૧] medium · 150th |
ચલણ | ઝિમ્બાબ્વેન ડોલર |
સમય વિસ્તાર | UTC+2 (CAT[૧૨]) |
તારીખ બંધારણ | dd/mm/yyyy |
વાહન દિશા | ડાબી |
ટેલિફોન કોડ | +263 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .zw |
ઝિમ્બાબ્વે આફ્રિકાની દક્ષિણ-પુર્વમાં આવેલો એક દેશ છે અને તેની રાજધાની હરારે છે.
૧૯૬૫થી ૧૯૮૦ની વચ્ચે તે રહોડેશીયાથી પણ ઓળખાતુ હતું. ૧૯૬૫માં ગોરી લઘુમતી સરકાર દ્વારા બ્રિટનથી સ્વતંત્રતા જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૫ વરસ સુધી આંતરિક ગૃહયુદ્ધ ચાલ્યા પછી ૧૯૮૦માં દેશ પુર્ણ સ્વતંત્ર થયો હતો. ઝિમ્બાબ્વે સંયુક્ત રાષ્ટ્રસંઘ, રાષ્ટ્રકુળ અને આફ્રિકન સંઘ જેવી સંસ્થાઓનું સભ્ય છે. ઝિમ્બાબ્વેની રાજ્યવ્યવસ્થા પ્રમુખશાહી પ્રકારની લોકશાહીથી ચાલે છે.
ઝિમ્બાબ્વેની દક્ષિણમાં દક્ષિણ આફ્રિકા, દક્ષિણ-પશ્ચિમમાં બોટસ્વાના, ઉત્તરમાં ઝામ્બિયા અને પુર્વમાં મોઝામ્બિક જેવા દેશો આવેલા છે. તેની સીમાઓ આફ્રિકાની બે મોટી નદીઓ ઝામ્બેઝી અને લિમ્પોપોને સ્પર્શે છે, પરંતુ ઝિમ્બાબ્વે અન્ય દેશોથી ઘેરાયેલ હોવાથી કોઇપણ સમુદ્ર કાંઠો ધરાવતો નથી. ઝિમ્બાબ્વેની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે અને વરસમાં બે ઋતુઓ અનુભવાય છે. ઓક્ટોબરથી માર્ચ મહીનામાં વરસાદ વરસે છે જ્યારે બાકીના મહીનાઓ દરમ્યાન સુકુ અને ગરમ વાતાવરણ રહે છે. દેશનો મોટાભાગનો વિસ્તાર સવાન્ના પ્રકારના ઘાસના મેદાનોનો બનેલો છે.
ખનિજો, સોનું, હિરાનું ખોદકામ અને ખેતીએ ઝિમ્બાબ્વેના અર્થતંત્રના ના મુખ્ય પાયા છે. દુનિયાનો સૌથી મોટો જળપ્રપાત "વિક્ટોરિયા ફોલ" ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાની સરહદ ઉપર આવેલો છે, જે પ્રવાસન ઉદ્યોગમાં મોટો ભાગ ભજ્વે છે.
ઝિમ્બાબ્વેની વસ્તી લગભગ ૧.૫ કરોડ જેટલી છે, જે મોટા ભાગે બાન્ટુ આફ્રિકન જાતીની છે. દેશની મોટાભાગની પ્રજા પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મ પાળે છે. દેશની મુખ્ય ભાષાઓમાં અંગ્રેજી, શોના અને એન્ડેબલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |