બર્લિન ( /bɜːrˈlɪn/ bur-LIN, German: )[૧] વિસ્તાર અને વસ્તી બંનેની દૃષ્ટિએ જર્મનીની રાજધાની અને સૌથી મોટું નગર છે.[૨] [૩] તેના ૩૭ લાખ નગરવાસીઓ, વસ્તી અનુસાર તેને યુરોપિયન યુનિયનનું સૌથી વધુ વસ્તી ધરાવતું નગર બનાવે છે.[૪] જર્મનીના સોળ ઘટક રાજ્યોમાંથી એક, બર્લિન બ્રાન્ડેનબર્ગ રાજ્યથી ઘેરાયેલું છે અને બ્રાન્ડેનબર્ગની રાજધાની પોટ્સડેમ સાથે જોડાયેલું છે. બર્લિનનો બૃહદ નગરીય વિસ્તાર, જે લગભગ ૪૫ લાખ ની વસ્તી ધરાવે છે, તે રુહર પછી જર્મનીનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો નગરીય વિસ્તાર છે. બર્લિન-બ્રાંડનબર્ગ રાજધાની પ્રદેશમાં ૬૦ લાખ થી વધુ રહેવાસીઓ છે અને તે રાઈન-રુહર અને રાઈન-મેઈન પ્રદેશો પછી જર્મનીનો ત્રીજો સૌથી મોટો મેટ્રોપોલિટન પ્રદેશ છે.[૫]
બર્લિન સ્પ્રી નદી ના કાંઠે પથરાયેલું છે, જે હેવેલ નદી (એલ્બેની ઉપનદી)માં વહે છે. નગરની મુખ્ય ભૌગોલિક વિશેષતાઓમાં પશ્ચિમી અને દક્ષિણપૂર્વીય ક્ષેત્રમાં સ્પ્રી, હેવેલ અને દાહમે નદીઓ દ્વારા રચાયેલા ઘણા સરોવરો છે, જેમાંથી સૌથી મોટું જળાશય મુગલ્સી છે. નગરનો લગભગ એક તૃતીયાંશ વિસ્તાર જંગલો, ઉદ્યાનો, વાટિકાઓ, નદીઓ, નહેરો અને જળાશયોથી બનેલો છે.[૬]