સ્ટાર વોર્સ | |
---|---|
સ્ટાર વોર્સ ચિહ્ન જે બધા ચલચિત્રોમાં દેખાય છે. | |
Creator | જર્યોજ લુકાસ |
Original work | સ્ટાર વોર્સ (૧૯૭૭) |
Films and television | |
Films | સાગા હપ્તાઓ: સ્ટાર વોર્સ મૂળ શ્રેણી
સ્ટાર વોર્સ પહેલાંની શ્રેણી
પછીની શ્રેણી
સંગ્રહિત:
અન્ય:
|
Television series |
ખાસ
ખાસ પાત્રો
ખાસ પાત્રોની ખાસ શ્રેણી
|
Audio | |
Radio programs | સ્ટાર વોર્સ |
સ્ટાર વોર્સ જર્યોર્જ લુકાસ દ્વારા નિર્મિત અમેરિકન ચલચિત્ર શ્રેણી છે. તે વિવિધ પાત્રોથી બનેલી એક સાહસ કથા છે.
શ્રેણીનું પ્રથમ ચલચિત્ર સ્ટાર વોર્સ (પછીથી હપ્તો IV: અ ન્યૂ હોપ) મે ૨૫, ૧૯૭૭ના રોજ ટવેન્ટીથ સેન્ચ્યુરી ફોક્સ દ્વારા રજૂ થયું હતું અને વિશ્વભરમાં પોપ સંસ્કૃતિનું એક સીમાચિહ્ન બન્યું. આ શ્રેણીમાં સફળ ચલચિત્રો ધ એમ્પાયર સ્ટ્રાઇક બેક (૧૯૮૦) અને રીટર્ન ઓફ ધ જેડાઇ (૧૯૮૩) રજૂ થયા; આ ત્રણ ચલચિત્રો મૂળ સ્ટાર વોર્સ શ્રેણી હતા. ૧૯૯૯ થી ૨૦૦૫ વચ્ચે 'પહેલાંની વાર્તા ધરાવતી શ્રેણી' રજૂ થઇ, જેને મૂળ શ્રેણીની સરખામણીમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો. બધા સાત ચલચિત્રોને ઓસ્કાર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી હતી અથવા તેમણે આ પુરસ્કાર જીત્યો હતો અને વ્યાપારી રીતે કુલ ૪.૩૮ અબજ ડોલરની કમાણી સાથે સફળ નીવડી હતી.[૩] જેથી સ્ટાર વોર્સ શ્રેણી ચોથી સૌથી વધુ કમાણી ધરાવતી ચલચિત્ર શ્રેણી બની હતી.[૪] આ શ્રેણી પરથી સંખ્યાબંધ પુસ્તકો, ટીવી ધારાવાહિકો, વિડિઓ ગેમ્સ, કોમિક્સ રજૂ થયા હતા. સ્ટાર વોર્સ સૌથી વધુ શ્રેણીની વસ્તુઓ વેચવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ૨૦૧૨માં સ્ટાર વોર્સ ની કુલ કિંમત ૩૦.૭ અબજ ડોલર ધારવામાં આવી હતી, જેમાં શ્રેણીની ફિલ્મો, વિડિઓ ગેમ્સ તેમજ સીડી-ડીવીડીના ફેલાવાનો સમાવેશ થતો હતો.[૫]
૨૦૧૨માં ધ વોલ્ટ ડિઝની કંપનીએ લુકાસફિલ્મ્સને ૪.૦૬ અબજ ડોલરમાં ખરીદી લીધી અને ત્રણ નવા સ્ટાર વોર્સ ચલચિત્રોની જાહેરાત કરી; જેમાંથી પ્રથમ ચલચિત્ર, સ્ટાર વોર્સ: ધ ફોર્સ અવેકન્સ ૧૮ ડિસેમ્બર ૨૦૧૫માં રજૂ થયું.[૬]
|access-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |