૧૯૯૫ – ફર્મિલેબના સંશોધકોએ ટોપ ક્વાર્કની શોધની જાહેરાત કરી.
૧૯૯૮ – ગેલિલિયો અવકાશયાનમાંથી ગુરુનો ચંદ્ર યુરોપા બરફના જાડા પોપડા હેઠળ પ્રવાહી સમુદ્ર ધરાવતો હોવાની માહિતી મોકલવામાં આવી.
૨૦૦૨ – અફઘાનિસ્તાન પર યુ.એસ.નું આક્રમણ: ઓપરેશન એનાકોન્ડા શરૂ થયું. (૧૯ માર્ચના રોજ ૫૦૦ તાલિબાન અને અલ-કાયદાના લડવૈયાઓને માર્યા ગયા બાદ સમાપ્ત થયું હતું, જેમાં ૧૧ પશ્ચિમી સૈનિકો માર્યા ગયા હતા).
૨૦૦૪ – ઇરાક યુદ્ધ: અલ-કાયદાએ ઇરાકમાં અશોરા હત્યાકાંડને અંજામ આપ્યો હતો, જેમાં ૧૭૦ લોકો માર્યા ગયા હતા અને ૫૦૦થી વધુ ઘાયલ થયા હતા.
૨૦૧૭ – મોસ્કો, રશિયામાં એક કોન્ફરન્સમાં આવર્ત કોષ્ટકમાં મોસ્કોવિયમ, ટેનેસીન અને ઓગેનેસન તત્વો સત્તાવાર રીતે ઉમેરવામાં આવ્યા.